આજના આ સ્વાર્થી યુગમાં એવા ખૂબ ઓછા લોકો છે જે અન્ય જરૂરિયાતમંદ લોકોનું વિચારે છે અને તેમની વ્હારે આવે છે.. તહેવાર કે અન્ય કોઈ પણ પ્રસંગ હોય તો આપણને માત્ર પોતાના માટે શું લેવું અને શું કરવાના વિચારો આવતા હોય છે… પોતાનો સ્વાર્થ ભૂલીને કોઈની મદદ કરવી એ કંઈ સાહસથી ઓછું નથી.. અમદાવાદમાં સૂરજ ફાઉન્ડેશન નામની સંસ્થા શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી લોકોની સેવા કરવાનું ભગીરથ કાર્ય કરે છે.
દિવાળીના તહેવારમાં તમામ જરૂરિયાતમંદ લોકો સુધી જરૂરી વસ્તુ પહોંચાડવાનું કામ આ ફાઉન્ડેશન કરી રહ્યું છે.. દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવાનો દ્વારા લોકોની મદદ કરવામાં આવી અને બાળકો સહિત મહિલાઓ અને પુરુષો માટે જરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું… એટલું જ નહીં આ ગ્રુપ સેવાની સાથે એકતા પણ સંદેશ આપે છે..દિવાળીના અજવાશ સાથે લોકોના જીવનમાં પણ ખુશી નામની રોશની આ ગ્રુપ ફેલાવી રહ્યું છે.